વડોદરા : વહીવટી વોર્ડ નં. ૧૩ માં સતત લેખીત- મૌખીક રજુઆતો કરવા છતાં પણ કામગીરી થતી નથી ત ધ્વારા જે તે અધિકારીઓ ધ્વારા રજુઆતનું નિરાકરણ કરવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

વોર્ડ નં. ૧૩ માં સતત લેખીત- મૌખીક રજુઆતો કરવા છતાંપણ વોર્ડ નં.૧૩ ની અંદર રોડ, રસ્તા, શુધ્ધ પીવાનું પાણી, ડ્રેનેજ લાઈનો, ગંદકી, લોકો ઉપર જાન લેવા હુમલા જેવી પાયાની સુવિઘાઓની રજુઆતો અધિકારીઓ ઘ્વારા કોઈપણ પ્રકારની કામગીરી આજદિન સુધી કરવામાં આવેલ નથી જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મ્યુનિસીપલ કમિશ્નર, મેયર , સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનને પત્ર લખેલો છતાંપણ આજદિન સુધી કામગીરી કરવામાં આવેલ નથી.

તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ વહીવટી વોર્ડમાં રજુઆતો માટે ભુખ હડતાલ કરવામાં આવી હતી જેમાં માળી રાજેશ ભીખાભાઈ દ્વારા સવારના ૧૦-૩૦ થી સાંજના ૫-૩૦ સુધી ભુખ હડતાલ પર હતા.જેમાં પાણી પણ નથી પીધું, જેમાં અધિકારી ધ્વારા જણાવવામાં આવેલ હતું કે, તમારી તમામ રજુઆતોની કામગીરી આવતી કાલથી શરુ કરી દેવામાં આવશે. પરંતુ, આજ દિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. જો, દિન- ૧૦ દિવસની અંદર રજુઆતોનો નીકાલ કરવામાં નહીં આવે તો, મ્યુનિ.કમીશનરની ઓફીસમાં ભુખ હડતાલ પર ફરીથી કરશે.



Reporter: admin