ખોડીયાર નગર સ્થિત રાજીવ નગર 2 માં જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું. નમતી સાંજે વરસેલા વરસાદમાં જૂનું જર્જરીત મકાન ધસી પડ્યું

છેલ્લા ઘણા વર્ષોથી મકાન બંધ હાલતમાં હતું જેનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો. સ્થાનિકો દ્વારા મકાન માલિકને મકાન ઉતારી લેવા જણાવ્યું હતું પણ મકાન માલિકે ગંભીરતાથી ન લેતા આજે મકાન ધરાશાયી થયું.

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ પાણી ફાયર બિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. ત્રણ થી ચાર વાહનો દબાયા. સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાની કે ઇજા થઈ નથી



Reporter: admin







