પાલિકાની વડી કચેરીમાં મચ્છર નો ત્રાસ બરદસ્ત છે.આજ કારણસર અધિકારીઓ માત્ર સાંજે ચાર થી છ જ જનતાને મળે છે.રાણાજી તો માત્ર સોમ- ગુરૂ સાંજે ચાર થી છ જ મુલાકાત આપે છે.મચ્છરો એટલા સમય પુરતું વિરામ લે છે.બાકીના સમયમાં વડી કચેરીનાં અધિકારીઓ, મચ્છરના ત્રાસથી બેસવાની હિમ્મત કરતા નથી.જનતાની પણ આ જ સમસ્યા છે પણ એમને પુછે છે કોણ ?...

આખા શહેરને સ્વચ્છ અને મચ્છરમુક્ત રાખવાની જેના માથે જવાબદારી છે તેવી કોર્પોરેશનની વડી કચેરીમાં બેઠેલા અધિકારીઓ આજકાલ મચ્છરોના ત્રાસથી પરેશાન છે. પાલિકાની વડી કચેરીમાં આજકાલ મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને આજ કારણોસર આજકાલ અધિકારીએ માત્ર ચારથી 6ના ગાળામાં જ જનતાને મળે છે. જો કે કમિશનર રાણાજી તો સોમ અને ગુરુ સાંજે ચારથી છ વાગ્યા સુધી જ મુલાકાત આપે છે અને મચ્છરો તેમનું માન રાખીને તેટલો સમય વિરામ લે છે પણ બાકીના સમયમાં પાલિકાની વડી કચેરીમાં બેસતા અધિકારીઓ મચ્છરોના ત્રાસથી પોતાની ઓફિસમાં પણ બેસવાની હિંમત કરતા નથી.

સામાન્ય જનતા પણ જો કોર્પોરેશનમાં પોતાના કામ માટે જાય ત્યારે મચ્છરોનો ત્રાસ સહન કરે છે પણ બિચારી સામાન્ય જનતાને પુછે છે કોણ..અત્યારે તો શહેરને મચ્છરોથી મુક્ત રાખવાની મોટી મોટી વાતો કરતા પાલિકાના અધિકારીઓ ખુદ મચ્છરોના ત્રાસથી પરેશાન છે. જો ખુદ જ મચ્છરોનો ત્રાસ વેઠતા હોય તો આ અધિકારીઓ જનતાને કેવી રીતે મચ્છરોથી મુક્તી અપાવશે તે પણ એક મોટો પ્રશ્ન છે.
Reporter: admin