News Portal...

Breaking News :

કોર્પોરેશનના કાર્યપાલિક ઇઝનેર (મિકેનિકલ)ની જગ્યા માટે પણ લાયકાત વગરના ઉમેદવારની દરખાસ્તની હિલ

2025-03-05 09:40:25
કોર્પોરેશનના કાર્યપાલિક ઇઝનેર (મિકેનિકલ)ની જગ્યા માટે પણ લાયકાત વગરના ઉમેદવારની દરખાસ્તની હિલ


કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ)ની જગ્યા માટે પણ લાયકાત વગરના ઉમેદવારની દરખાસ્તની હિલચાલથી ખળભળાટ 




ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની જગ્યામાં બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોને પસંદગી કરીને રાણાજી પોતાની મનમાની ચલાવી રહ્યા છે ત્યારે અમને માહિતી મળી રહી છે કે હવે કોર્પોરેશનના એક્ઝીક્યુટિવ એન્જિનીયર (મિકેનીકલ) વર્ગ 1ની જગ્યા માટે પણ પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોમાંથી મેરીટમાં 10મા નંબરે રહેનારા પ્રણવ કાયસ્થના નામની દરખાસ્ત સામાન્ય સભામાં લાવવાની હીલચલ થઇ રહી છે. એક્ઝિક્યુટીવ એન્જિનીયર (મિકેનીકલ)ની જગ્યા માટે જે લાયકાત અને અનુભવ જોઇએ તે અનુભવ કે લાયકાત પ્રણવ કાયસ્થ ધરાવતા જ નથી છતાં તેમની ભરતી કરવાની દરખાસ્ત સામાન્ય સભામાં થઇ શકે છે. તેવા સમાચારોથી કોર્પોરેશન સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. 

વડોદરા કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની જગ્યા માટે બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોની પસંદગી કરીને કમિશનર રાણાજીએ સરકારની ભરતી પ્રક્રિયા અને નિયમોનું ઉલ્લંઘન તો કરેલું જ છે પણ હવે એક્ઝિક્યુટીવ એન્જિનીયર (મિકેનિકલ વર્ગ 1)ની જગ્યા માટે જે ભરતી પ્રક્રિયા થઇ છે તેમાં પણ આરઆરના નિયમોને ઘોળીને પી જઇ એક લાયયકાત કે અનુભવ વગરના પ્રણવ કાયસ્થના નામની દરખાસ્ત કરવામાં આવશે તેવું કોર્પોરેશનમાં ચર્ચાઇ રહ્યું છે. આ જગ્યા માટે કોર્પોરેશને જે નોટિફીકેશન બહાર પાડ્યું છે તેમાં સ્પષ્ટપણે લખેલું છે કે કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ) વર્ગ 1ની જગ્યા માટે આરઆર મુજબ કમ્પેરેબલ રિસ્પોન્સીબલ પોઝીશનમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરુરી છે એટલે કે વર્ગ 1ની આ જગ્યા માટે વર્ગ 2નો 5 વર્ષનો અનુભવ ફરજીયાત જોઇશે પણ અમારી જાણકારી મુજબ પ્રણવ કાયસ્થ  વર્ગ 3ના કર્મચારી છે અને તેમને વર્ગ 3ની કામગીરીનો જ અનુભવ છે. પ્રણવ કાયસ્થને ફિક્સ પગારની નોકરીનો અનુભવ છે. પણ કમિશનર રાણાજીએ પોતાની મરજી મુજબ આરઆરનું અર્થઘટન કરીને અનુભવ કે લાયકાત ના ધરાવતા પ્રણવ કાયસ્થના નામની દરખાસ્ત સામાન્ય સભામાં લાવવાની હલચલ કરી દીધી છે. 


કોર્પોરેશન દ્વારા જે પરીક્ષા લેવાઇ હતી તેમાં પ્રણવ કાયસ્થ 10માં નંબરે છે પણ અમને મળેલી ચોક્કસ માહિતી મુજબ કમિશનર આ જગ્યા માટે પ્રણવ કાયસ્થના નામની દરખાસ્ત કરવાની તજવીજ કરી રહ્યા છે.બિન અનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોની ભરતીથી લાયક ઉમેદવારોને સીધું નુકશાન થશે અને કોર્પોરેશન તથા વડોદરાવાસીઓને પણ સીધુ નુકશાન થશે તેટલી સીધી વાત પણ ભરતી કરનારા અધિકારીઓ જાણતા નથી. અને તેથી જ લાયક ઉમેદવારોને અન્યાય ના થાય તે જોવું જરુરી છે. આવી રીતે જ જો ભરતી પ્રક્રિયા થતી હોય તો કોર્પોરેશને હવે ભરતી માટે પરીક્ષા લેવા સહિતના તમામ નાટકો બંધ કરી દેવા જોઇએ જેથી લાયક ઉમેદવારો નિરાશ તો ના થાય કારણ કે તેમને તો ખબર પડી જ જાય છે કે આપણે મજબૂત ભલામણવાળા, વહીવટવાળા,ગીવ એન્ડ ટેકવાળા નથી. એટલે આપણી પસંદગી થવાની નથી. પણ પરીક્ષા લઇને મેરિટના આધારે પસંદગી કરવાના નાટકોથી લાયક ઉમેદવારો પણ નાસીપાસ થઇ જાય છે. જેથી ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતી કાંડનું પુનરાવર્તન ના થાય તે જોવું પાલિકાના અધિકારીઓની ફરજ બને છે.                                                                                                      એમ એસ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર લાયક ન હોવા છતાં નિમણૂંક અપાઈ. પછીથી ધમપછાડા મચાવતા રાજકારણીઓ કે જે વીસીને નાલાયક ગણે છે. એ જ રાજકારણીઓ પાલિકામાં પસંદગી પામેલાની પણ લાયકાત ન હોવા છતાં કમિશનર એમને ટોપર બનાવીને ક્લાસ વનની નિમણૂક આપી દે છે. કેમ કોર્પોરેટર,ધારાસભ્યો, સાંસદ આ બાબતે ચૂપ છે

Reporter: admin

Related Post