News Portal...

Breaking News :

અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી

2024-06-14 21:56:01
અમરેલીના સુરગપરા ગામની  સીમમાં બોરમાં બાળકી પડી


અમરેલી :જિલ્લાના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના બની છે . દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.  બાળકીને બચાવવાં ગાંધીનગરથી પણ NDRF ની એક ટીમ સુરગપરા ગામે રવા રવાના થઇ છે.



બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઇ ભીખાભાઇ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમ્લીયા પરિવાની દોઢ વર્ષની આરોહી નામની બાળકી બપોરના 12 વાગ્યાની આસપાસ રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી. જેની જાણ થતાં અમરેલી ફાયર બ્રિગેડની ટીમ અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.



આશરે 500 ફૂટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનુ અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહીં છે. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. રોબોટ દ્વારા જલદી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યાં છે.

Reporter: News Plus

Related Post