News Portal...

Breaking News :

કોલકાતામાં એક્રોપોલિસ મોલના ચોથા માળે ભીષણ આગ લાગી

2024-06-15 17:22:44
કોલકાતામાં એક્રોપોલિસ  મોલના ચોથા માળે ભીષણ આગ લાગી


કોલકાતા: રાજકોટ TRP ગેમ ઝોન કાંડ ની માફક અત્રે જાણીતા એક્રોપોલિસ  મોલના ચોથા માળે આજે શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આગ ફૂડ કોર્ટમાં ફેલાઈ હોવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઓછામાં ઓછી 15 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. સોશિયલ મીડિયામાં મોલની આગ અને લોકોની ભાગાદોડીના અનેક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યા છે. આ મોલમાં મોટા પ્રમાણમાં લોકો ફસાયેલા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા બચાવ અને રાહત કામગરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.



કોલકાતા ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી

જો કે ફાયર વિભાગના અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, અત્યાર સુધી, કોઈ ઈજાના અહેવાલ નથી. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક અગ્નિશામકો ઓક્સિજન માસ્ક પહેરીને બિલ્ડિંગમાં પ્રવેશી ચુક્યા છે. કોઇ ધુમાડાના કારણે બેભાન હોય તો તેવા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે હજી સુધી કોઇ જ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ તમામ શક્યતાઓને ધ્યાને રાખીને મોલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ. યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

કોલકાતા ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તાર ધુમાડાના ગોટે ગોટાથી લપેટાઇ ચુક્યો છે. મોલની સામે ટ્રાફિકની અવરજવરને અટકાવવામાં આવી છે. આસપાસના વિસ્તારના ટ્રાફીકને નિયંત્રિત કરીને રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે રાહત અને બચાવકામગીરી ચલાવી રહી છે. એમ્બ્યુલન્સ અને ડોક્ટર સહિતનો સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.

Reporter: News Plus

Related Post