પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દીપક ફાઉન્ડેશન, વડોદરા દ્રારા સતત છ મહિનાથી દર મહીને કુલ ૫૦ ટીબીના દર્દીઓને દતક લઇ પોષણ યુક્ત આહારની કીટ આપવામાં આવી રહી છે.
સંસ્થા દ્વારા વડોદરા શહેરના ટીબીના દર્દીઓને વારસીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોષણ-યુક્ત આહારકીટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હાજર તમામ ટીબીના દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી તથા તમામ દર્દીઓને ટીબી રોગ, નિયમિત સારવારનું મહત્વ, પોષણ યુક્ત આહારનું મહત્વ જેવા વિષયો અંગે સમજ આપવામાં આવી હતી.
ટીબીનાં દર્દીઓને પોષણક્ષમ આહાર મળે તો દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ સારી થાય તથા ટીબીના દર્દીઓને સાજા થવાના દરમાં વધારો થાય તે ઉમદા હેતુથી પ્રધાનામંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દર મહિને પોષણ યુક્ત આહાર કીટ આપવાનું ઉમદા કાર્ય સંસ્થા દ્રારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ આ સંસ્થા દ્વારા ટીબીના ૫૦ દર્દીઓને ન્યુટ્રીશીન કીટ આપવામાં આવી હતી.
Reporter: admin