News Portal...

Breaking News :

એનએસઓ ગ્રુપને પેગાસસ સ્પાયવેર ભારતીયો સહિત ૧૪૦૦ વોટ્સએપ યુઝર્સની જાસૂસી કરવા બદલ દોષિત

2024-12-23 13:53:16
એનએસઓ ગ્રુપને પેગાસસ સ્પાયવેર ભારતીયો સહિત ૧૪૦૦ વોટ્સએપ યુઝર્સની જાસૂસી કરવા બદલ દોષિત


નવી દિલ્હી: દુનિયાભરમાં અનેક દેશોના વડા, વિપક્ષના નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, એક્ટિવિસ્ટ સહિત ૧૪૦૦થી વધુ લોકોની જાસૂસીના મુદ્દે હોબાળો મચાવનાર પેગાસસનો જિન્ન ફરી એક વખત બહાર આવ્યો છે. 


અમેરિકાના કેલિફોર્નિયામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ફિલિસ હેમિલ્ટને એનએસઓ ગ્રુપ ને પેગાસસ સ્પાયવેર મારફત ૩૦૦થી વધુ ભારતીયો સહિત ૧૪૦૦ વોટ્સએપ યુઝર્સની જાસૂસી કરવા બદલ દોષિત ઠેરવી છે. આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે ઈઝરાયેલની કંપની વિરુદ્ધ કાયદાકીય જીત મેળવી છે. દરમિયાન પેગાસસ મુદ્દે ઈઝરાયેલની કંપની એનએસઓ ગૂ્રપ સામે ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન કોર્ટના ચૂકાદાની ભારતમાં અસર થવાની શક્યતા છે.


અમેરિકામાં વોટ્સએપ અને પેગાસસ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં પહેલી વખત કેલિફોર્નિયાના ઑકલેન્ડ ખાતે યુએસ ડિસ્ટ્રીક્ટ જજ ફિલિસ હેમિલ્ટને મેટાની તરફેણમાં ચૂકાદો સંભળાવ્યો છે. આ ચૂકાદામાં ઈઝરાયેલની સ્પાયવેર કંપની એનએસઓ ગૂ્રપને ગેરકાયદે રીતે લોકોની જાસૂસી કરવા માટે વોટ્સએપમાં સ્પાયવેર સ્થાપિત કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે.

Reporter: admin

Related Post