News Portal...

Breaking News :

ફ્રીડમ ગ્રુપ દ્વારા 2500 થી 3000 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

2024-12-23 13:51:19
ફ્રીડમ ગ્રુપ દ્વારા 2500 થી 3000 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક


વડોદરા : મકરપુરા વડસર રોડ ફ્રીડમ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ફ્રીડમ ગ્રુપ દ્વારા 2500 થી 3000 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 


વડોદરા શહેરના મકરપુરા વડસર રોડ ઉપર રામ પાર્ટીપ્લોટ ખાતે ફ્રીડમ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે આશરે 2500 થી 3000 યુનિટ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગત વખતે 1551 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. અત્યારે હાલમાં 500 થી વધુ યુનિટ એકત્ર થઈ ગયું છે. 


બ્લડના લીધે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય અને વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે એનું બીજું નામ અમે રક્તદાન નગરી આપે એવી અમારી આશા છે. આ વર્ષે અમે લોકોએ એસએસજી અને મુનિ સેવા આશ્રમને પણ બ્લડની સેવા પૂરી પાડી છે તેમ ગ્રુપના આગેવાને જણાવ્યું હતું.

Reporter: admin

Related Post