News Portal...

Breaking News :

જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે હવે માંજલપુર જવુ પડશે.

2024-08-06 10:19:53
જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે હવે માંજલપુર જવુ પડશે.


મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી કેવડાબાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલ હતી. 


આ કચેરીની ઈમારત ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી પાલિકા દ્વારા નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય લીધેલ છે. જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે નવીન કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સત્યનારાયણની કથા કરી કાર્યરત કરવામાં આવશે.છેલ્લાં કેટલાંય સમયથી શહેર ના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામા આવી હતી. 


આખરે નિર્ણય લેવામા આવ્યો સોમવાર થી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કાર્યરત કરવામાં આવી. ત્યારે આ બાબતે કેટલીય વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે. શહેરનાં મધ્યમાં રાખવામાં આવે. જેથી, નાગરિકોને મુશ્કેલી સર્જાય છતા આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઇ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

Reporter: admin

Related Post