વડોદરા :શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સર વાળી બુલેટ બાઇકોના કારણે ધ્વનિ પ્રદૂષણ અને જાહેર શાંતિમાં વિક્ષેપના મુદ્દાને ધ્યાનમાં રાખીને, ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે
ટ્રાફિક પોલીસે મોડિફાઇડ સાઇલેન્સર ધરાવતી 16 બુલેટ બાઇકો ડિટેઇન કરી હતી.આ વાહન ચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસે મોડિફાઇડ સાઇલેન્સર ધરાવતી 16 બુલેટ બાઇકો કબજે કરી હતી આ ઝુંબેશનો હેતુ ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.આ કાર્યવાહી દર્શાવે છે કે વડોદરા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સરવાળી બાઇકો સામે પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે, જેનાથી ધ્વનિ પ્રદૂષણ અને જાહેર શાંતિમાં વિક્ષેપ ઘટાડવામાં મદદ મળી રહી છે.
Reporter: admin