News Portal...

Breaking News :

કરોડોનું સોનું-ઝવેરાતો અને 11 મોંઘી ઘડીયાળો એમ કુલ મળીને રૂ.100 કરોડથી વધુનો મુદ્દામાલ સાથે રોકડા ર

2025-03-19 10:30:47
કરોડોનું સોનું-ઝવેરાતો અને 11 મોંઘી ઘડીયાળો એમ કુલ મળીને રૂ.100 કરોડથી વધુનો મુદ્દામાલ સાથે રોકડા ર


અમદાવાદ :  પાલડી વિસ્તારની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આવિશ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.104માંથી કુલ 100 કરોડથી વધુનો મુદ્દામાલ અને 1.37 કરોડ રૂપિયા રોકડા ઝડપાયા છે. 


ખોખા કંપનીઓના શેરના ભાવમાં વધઘટ કરનાર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી ડિરેકટરોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ  અને ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડના એક સંયુક્ત દરોડામાં 87.92 કિલોના સોનાના બિસ્કિટ ( Gold Bars), 19.66 કિલો ઘરેણા મળીને કુલ 107.58 કિલો સોનું ઝડપાયું છે. આ સાથે 11 લક્ઝરી ઘડીયાળ પણ કબ્જે કરાઈ છે.ગુજરાત ATSના DySP એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે, આવિશ્કાર એપાર્ટમેન્ટ-3ના ફ્લેટ નં. 104માં મોટા પ્રમાણમાં વિદેશથી દાણચોરી કરેલુ સોનું છુપાવવામાં આવેલ છે. 



ત્યારબાદ આ બાતમી DRIની અમદાવાદ ઝોનલ યુનિટ સાથે શેર કરવામાં આવી હતી. તેમજ ગુજરાત ATSના DySP એસ.એલ. ચૌધરી, PI એન.આર.બ્રહ્મભટ્ટ, PI એ.એસ.ચાવડા, PSI કે.બી.સોલંકી અને કર્મચારીઓની ટીમ આ સાથે DRI અમદાવાદ ઝોનલ યુનિટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.મુંબઈ રહેતા મેઘ શાહે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો, જ્યાં દરોડા દરમિયાન કરોડોનું સોનું-ઝવેરાતો અને 11 મોંઘી ઘડીયાળો એમ કુલ મળીને રૂ. 100 કરોડથી વધુનો મુદ્દામાલ સાથે રોકડા રૂ. 1,37,95,500/- મળી આવ્યા હતા. જેના કોઇ આધાર-પુરાવા મળી આવ્યા નહતા. જ્યારબાદ DRI અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા વિગતવારનું પંચનામું કરાયું હતું. ત્યારબાદ આ તમામ મુદ્દામાલ કબ્જે કરી કસ્ટમ્સ એક્ટની કલમ 123 મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.પ્રાથમિક તપાસ દરમ્યાન સદર કબ્જે કરવામાં આવેલ 87 કિલો Gold Bars પૈકી પર કિલો Gold Bars ઉપર ફોરેન માર્ક મળી આવ્યા છે જે સીધી રીતે વિદેશથી દાણચોરી કરીને લવાયું હોવાની સાબિતી આપે છે. વધુમાં, આ દરોડા દરમ્યાન હાજર ઉપરોક્ત મેઘ શાહના બહેનના જણાવ્યા મુજબ મેઘ શાહ શેર ટ્રેડિંગ બિઝનેસ સાથે સંકળાયેલ છે અને હાલ મુંબઈ રહે છે.

Reporter: admin

Related Post