News Portal...

Breaking News :

નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા

2024-08-09 10:14:31
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા


ઢાકા: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ ખાતે આયોજિત શપથ સમારોહમાં 84 વર્ષીય મોહમ્મદ યુનુસને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને શપથ લેવડાવ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના શુભેચ્છા સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે, ભારત આપણા બંને દેશોના લોકોની સામાન્ય આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.2006માં નોબેલ પુરસ્કાર મેળવનાર યુનુસને મંગળવારે સંસદ ભંગ કર્યા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે અગાઉ સોમવારે શેખ હસીનાએ અનામત વિરોધી આંદોલન સામે થી રહેલા ઉગ્ર અને હિંસક વિરોધ વચ્ચે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડી દીધો હતો.


મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકારના અન્ય સભ્યોને પણ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પ્રોફેસર મુહમ્મદ યુનુસ આ વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકાર હશે, જ્યારે સૈયદા રિઝવાના હસન બાંગ્લાદેશ એન્વાયરમેન્ટલ લોયર્સ એસો.(BELA)ના મુખ્ય કાર્યકારી હશે. શપથ લેનારાઓમાં મહિલા અધિકાર કાર્યકર્તા ફરીદા અખ્તર, ઓધિકારના સ્થાપક આદિલુર રહેમાન ખાન, એએફએન ખાલિદ હુસૈન, હિફાઝત-એ- ઈસ્લામના નાયબ-એ-અમીર અને ઈસ્લામિક મૂવમેન્ટ બાંગ્લાદેશના સલાહકાર, નૂરજહાં બેગમ રૂરલ ટેલિકોમ ટ્રસ્ટી, શર્મિન મુર્શીદનો સમાવેશ થાય છે. , સ્વાતંત્ર્ય સેનાની, સુપ્રદીપનો પણ સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post