વડોદરા : મહાનગરપાલિકા દ્વારા રૂ 3.82 કરોડના ખર્ચે નિઝામપુરા અતિથિગૃહ લોકાર્પણ તેમજ સયાજીગંજ વિધાનસભાના આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ થોડા સમયમાં લગ્નસરા શરૂ થશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઝામપુરા ખાતે નિઝામપુરા અતિથિ ગૃહનું લોકાર્પણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટમાંથી રૂ 3.82 કરોડ ના ખર્ચે અતિથિ ગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું જેનું લોક અર્પણ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા વડોદરાના મેયર પિન્કી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા આવનારા સમયમાં જ્યારે લગ્ન સારા આવી રહી છે ત્યારે તમામ લોકોને આ અતિથિગૃહ ઉપયોગી બનશે સાથે સયાજીન વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિધાનસભાના લોકો માટે આયુષ્માન કાર્ડનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
Reporter: admin