મેંદા ફણસી પુરી બનાવવા માટે બે કપ મેંદો, બે કપ રવો, દોઢ કપ ઘી, બે ચમચી જીરું, એક કપ પાણી, મીઠુ સ્વાદ અનુસાર, તળવા માટે તેલ જરૂરી છે.
એક વાસણમાં રવો અને મેંદો લઇ ચાળી લો. તેમાં ઘીનું મોણ ઉમેરવું. તેમાં જીરું અને મીઠુ ઉમેરવું. હવે થોડુ થોડુ પાણી લઇ કઠણ લોટ બાંધવો. આ લોટ 15 થી 20 મિનિટ સુધી ઢાંકી દો. હવે તેમાં નાના નાના લુઆ કરી પાતળી પુરી વણી લો અને તેમાં કાપા કરી લેવા.
હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી લો અને મીડિયમ આંચ પર પુરી તળી લો. આ પુરી ખાવામાં ખુબ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે.
Reporter: admin