બિહારના મંત્રી નીતીશકુમારને કેન્દ્ર સરકાર દ્વારા મોટો ઝટકો મળ્યો છે . મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યો દરજ્જો આપવાની મનાઈ કરવામાં આવી છે .
કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ બિહારને વિશેષ દરજ્જો આપવા શક્ય ના હોવાનું જણાવ્યું છે. સોમવારે બજેટ પેહલા JDUએ બિહારને ફરી એકવાર વિશેષ રાજ્યઓ દરજ્જો આપવા માંગ કરી હતી અને જણાવ્યું કે બિહારની પ્રજા નો અવાજ છે તેમ જણાવ્યું હતું. જેડીયુએ આ માગ પત્ર નહીં અધિકાર પત્ર મોકલ્યો છે અને અમે તેના હકદાર છે એવું જણાવ્યું હતું. આ બાબતે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરજ્જા માટેની જોગવાઈ પુરી કરવાની બિહાર ની તૈયારી નથી,
છેલ્લા કેટલાક વર્ષોથી આ બાબતે માંગ થઇ રહી છે.વધુ માહિતી મુજબ નીતીશકુમાર આ અંગે ની માંગ કરતા આવ્યા છે. હાલ દેશના કુલ ૨૯ રાજ્યોમાંથી 7 કેન્દ્રશાસિત પ્રદેશ છે જેમાંથી ૧૧ આ કેટેગરીમાં છે જયારે બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત અન્ય પાંચ રાજ્યો છેલ્લા કેટલાક વર્ષો થી માંગ કરી રહ્યા છે. આ બાબતે કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા શક્ય જ નથી હોવાનું જણાવ્યું હતું .
Reporter: admin