ગૌરી વ્રત નિમિત્તે ઉપવાસ રહેતી કુવારીકાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવા અંગેનો કાર્યક્રમ શહેરના સયાજીબાગ ખાતે યોજવામાં આવ્યો હતો.
નિઃસહાય માનવસેવા સંઘ દ્વારા હંમેશાં જરૂરિયાતમંદ બાળકોને સહાય કરવામાં આવતી હોય છે ત્યારે ગૌરી વ્રતની શરૂઆત થઈ ગઈ ત્યારે ઉપવાસ કરતી કુવારીકાઓ અને દીકરીઓને ડ્રાયફ્રુટ તેમજ ફ્રૂટ નું વિતરણ સયાજીબાગ ખાતે કરવામાં આવ્યું હતું. દેવપોઢી એકાદશી પછી ગૌરી વ્રતની શરૂઆત થતી હોય છે જેમાં નાની બાળીકાઓ ગૌરી વ્રત નિમિત્તે ગોરોની પૂજા કરતી હોય છે અને મીઠા વગરનું ખાઈને ઉપવાસ કરતી હોય છે જ્યારે મોટી કુવારીકા બહેનો ગૌરી વ્રત કરતી હોય છે.
આ દરમિયાન પાંચ દિવસ મીઠા વગરનું અણુનું ભોજન લેતી હોય છે. ભગવાન શિવની પૂજા અર્ચના કરીને પોતાના ભાવિ ભરથાર માટે પ્રાર્થના કરતી હોય છે.આ વ્રત ઉપવાસ કરતી દીકરીઓ માટે નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા કમાટી બાગ ખાતે 20 થી વધુ કુવારીકાઓને ડ્રાયફ્રુટ અને ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને કુવારીકા દીકરીઓની સેવા કર્યાનો લાભ લીધાની લાગણી વ્યક્ત કરી હતી.
Reporter: admin