દાહોદની સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસર ઇશાક શેખ અને પ્રોફેસર બી.કે ચાવડા દ્રારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
જેમાં વિધાર્થીઓ માત્ર ઈજનેરી અભ્યાસક્ર્મ સિવાય પણ અલગ અલગ ક્ષેત્રે કામ કરતાં અધિકારીઓ વ્યક્તિઓ વિષે માહિતગાર થાય તે હેતુસર સમયાંતરે અલગ અલગ વિભાગના વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી તે ક્ષેત્ર વિષે જાણકારી અપાય છે જેના ભાગરૂપે આજે કોલેજના કોન્ફરન્સ હૉલ ખાતે યોજાયેલા કાર્યક્ર્મમાં પત્રકારત્વ વિષે માહિતગાર કરાયા હતા પત્રકાર શું છે?
સમાજમાં પત્રકાર ની ભૂમિકા અને પત્રકાર તરીકે કઈ રીતે કામ કરી શકાય તેમજ જાહેર જીવનમાં પત્રકાર કઈ રીતે કામ કરે છે અને કેટલા પડકાર હોય છે મીડીયા સમાજ માટે કેટલું ઉપયોગી કઈ રીતે થઈ શકે તે તમામ પાસા ઑ વિષે સમજ આપી વિધાર્થીઓ ને માહિતગાર કરાયા હતા જેમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓ જોડાયા હતા અને વિધાર્થીઓના મન માં રહેલા પત્રકાર વિષે ના પ્રશ્નો નું પણ સમાધાન કરવામાં આવ્યું હતું
Reporter: admin