વડોદરા સહિત ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે તા.૭ મી ના રોજ સવારના સાત વાગ્યા થી મતદાન શરૂ થશે.ચુંટણીના નિયમો અનુસાર મતદાન ના દિવસે મતદાન પૂરું થવાના સમયથી અડતાલીસ કલાક અગાઉ મેદાની પ્રચાર બંધ કરી દેવો જરૂરી છે.તે હિસાબે રવિવારની સાંજથી સભા,સરઘસ સહિત દ્ર્શ્ય પ્રચારની બંધી લાગુ પડી ગઈ છે.રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે હવે રાત થોડી ને વેશ ઝાઝા નો તબક્કો શરૂ થઈ ગયો છે.સાતમી ની સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થઈ જશે એટલે બધાના હાથમાં હવે લગભગ ૩૬ કલાકનો સમય મતદારો સાથે ગુપ્ત સંપર્ક કેળવવા માટે બચ્યો છે.
આમ તો વડોદરા કે ગુજરાતમાં પ્રવાહ લગભગ એક તરફી છે.પરંતુ વગર વિચાર કરે ઉચ્ચારેલી વાણી ના વિવાદ થી એક ફાળ તો પડી છે.એનું સંભવિત નુકશાન ટાળવા વિચારીને પગલાં લેવામાં આવ્યા છે અને છેલ્લા તબક્કે ખુદ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીએ મોરચો સંભાળી મતદારોને આશ્વસ્ત કરવાની સાથે ક્ષતિ પૂર્તિ કરી છે.ન્યૂઝ પ્લસ જો કે આ પ્રકારની વાતો માં સુર પુરાવતું નથી પરંતુ દાયકાઓ થી એવું કહેવાય છે કે આ તબક્કે મતદારોને રીઝવવા લોભ,લાલચ અને આકર્ષણ ના વાજબી ગેર વાજબી ભાત ભાત ના ખેલ થાય છે. ખાટલા બેઠકો યોજીને પડ પાસા પોબાર ના ખેલ ગોઠવવામાં આવે છે.કંચન ( નાણાં) ની કોથળી ખુલ્લી મુકાય છે એવી બધી વાતો ચર્ચાય છે.
જો કે પંચ ના નિયમો પ્રમાણે આચાર સંહિતા અમલીકરણ તંત્રે હોરડિંગ હટાવવા જેવા પગલાં લેવાના શરૂ કરી દીધા છે.વિવિધ ટીમો અને સ્કવોડ્સ ને સાવધ કરી દેવામાં આવી છે.આજે અને કાલે રાત્રે સાચા ખોટા કોલ્સથી કંટ્રોલ રૂમ રણકતો રહેશે અને ટીમો દોડતી રહેશે.કશુંક પકડાશે તો કશુંક તંત્રની આંખથી બચીને લક્ષ્ય સુધી પહોંચી જશે.ચુંટણી નો રહસ્ય વીંટ્યો તબક્કો શરૂ થઈ ગયો છે..અબ દેખો.. આગે આગે હોતા હૈ ક્યા...
Reporter: News Plus