News Portal...

Breaking News :

અલ્પેશ લીંબાચિયા એ પ્રધાનમંત્રી ની ઉપલબ્ધિઓ ને વખાણતી અને ત્રીજી વાર સુકાન સોંપવાની અપીલ કરતી ૫૧ હજાર પત્રિકાઓ વહેંચી ભાજપનું બારણું ખખડાવ્યું

2024-05-05 19:58:09
અલ્પેશ લીંબાચિયા એ પ્રધાનમંત્રી ની ઉપલબ્ધિઓ ને વખાણતી અને ત્રીજી વાર સુકાન સોંપવાની અપીલ કરતી ૫૧ હજાર પત્રિકાઓ વહેંચી ભાજપનું બારણું ખખડાવ્યું


પુનઃ પ્રવેશ માટે ક્યારે ખુલશે દ્વાર??
હાલ માં પાર્ટી માં નથી અને હિન્દૂવાદીની વિચાર ધારા ને લઇ ને ક્યારેક શહેર ભાજપના ટોચના નેતાઓમાં બિરાજતા અલ્પેશ લિંબાચિયા એ એક પત્રિકા બહાર પાડીને માં ભારતીની સેવા માટે પ્રધાનમંત્રી શ્રીને ત્રીજીવાર તક આપવાની અને જળપાન પહેલા મતદાન કરવાની અપીલ કરતી પત્રિકાઓ છપાવીને મતદારોમાં વહેંચી છે.સામાન્ય સંજોગોમાં ભાજપ નાની મોટી અશિસ્ત આચરનાર ને સજા કરીને,પછીથી ચુંટણી સમયે કે અન્ય સમયે દિલ મોટું રાખીને માફ કરી દે છે અને ફરી થી પક્ષ પ્રવેશ આપી દે છે.જો કે અલ્પેશભાઈ ને હજુ પક્ષની ઉદારતા નો સીધેસીધો લાભ મળ્યો નથી.એમની ગેર શિસ્ત પક્ષે ખૂબ મોટી ગણી કે જૂથબંધિમાં સામા પક્ષનો હાથ ઊંચો રહ્યો.. એ જે હોય તે હજુ તેમને ફરીથી પક્ષમાં લેવાની કોઈ હિલચાલ જણાતી નથી.



ત્યારે લોકસભાની ચુંટણીને માધ્યમ બનાવી તેમણે એક આબાદ પાસો ફેંક્યો છે. તેમણે શ્રી રામ યુવક મંડળના સહયોગમાં રહીને પોતાના નામ થી એક પત્રિકા બહાર પાડીને માં ભારતીની સેવા માટે પ્રધાનમંત્રી શ્રીને ત્રીજીવાર તક આપવાની અને જળપાન પહેલા મતદાન કરવાની અપીલ કરતી પત્રિકાઓ છપાવીને મતદારોમાં વહેંચી છે.કદાચ ફરી એકવાર આ રીતે પત્રિકાના હથિયારનો ઉપયોગ કરવામાં તેમની કુશળતા પુરવાર કરી હશે!!જો કે પત્રિકા ખૂબ અભ્યાસ કરીને બનાવી છે જેમાં મોદી સાહેબના શાસનની રામ મંદિરના નિર્માણ અને કલમ ૩૭૦ ની નાબૂદી સહિતની ઉજ્જવળ સિદ્ધિઓ ને બખૂબી વણી લઈને ભારતને ૨૦૨૭ સુધીમાં વિશ્વમાં ત્રીજા ક્રમની આર્થિક મહાસત્તા બનાવવામાં સહયોગ કરવા અને પ્રધાનમંત્રીને ત્રીજી વાર તક આપવા અપીલ કરી છે.


જો કે તેમની છબી હિંદુવાદી ની છે અને આ પત્રિકામાં તે છબી સારી રીતે ઉપસી આવે છે.લોકસભા ચૂંટણીને અમારા શ્રી રામ યુવક મંડળ દ્વારા વિવિધ વિસ્તારમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થયેલ મુખ્યત્વે કાર્યોની બનેલ 51000 પત્રિકાઓનું વિતરણ કરી નાગરિકોને મોટી સંખ્યામાં વોટ આપી - અપાવવા અપીલ કરી છે.આ પત્રિકાને એક રીતે ક્ષમાયાચના કે નિખાલસ માફીની માંગ તરીકે મૂલવી શકાય.પત્રિકા ખૂબ સચોટ અપીલ કરવાની બનાવી છે એ એમની પકડ દર્શાવે છે.હવે જોવાનું એ છે કે એક પત્રિકા થી બંધ થયેલો પક્ષનો દરવાજો એમના માટે બીજી સશક્ત પત્રિકા થી ખુલશે ખરો? ખુલશે તો ક્યારે ખુલશે?? થોભો અને રાહ જુવો..

Reporter: News Plus

Related Post