વડોદરામાં એક લાખ ગેસ કનેક્શન આપવાનાં છે. વડોદરા ગેસ કંપનીનાં કોન્ટ્રાક્ટરોને ઝોન વાઈસ કામગીરી સોંપી છે. નવી લાઈનો રોડ સાઈડ માર્જીનમાં હેવી મશીનો મૂકી અન્ડરગ્રાઉન્ડ નંખાઈ રહી છે. હેવી મશીનના પાઈપો જ્યારે,સવા મીટર ઉંડે જાય અને સો ફૂટ આગળ વધે ત્યારે એ MGVCL,નાં ઇલેક્ટ્રિકના કેટલાક કેબલ કાપી નાખે છે. તે કારણસર ટ્રાન્સફોર્મર ના ધડાકા થાય છે.આ કારણસર વારંવાર લાઈટો જવાનું પ્રમાણ વધી ગયું છે.ઘણીવાર ૬-૮ કલાક સુધી લાઈટો આવતી નથી. mgvcl વડોદરા ગેસને વારંવાર નોટિસ આપી ચૂક્યું છે.કોન્ટ્રાક્ટરને ટોકન પેનલ્ટી પણ થાય છે. પરંતુ રાજ્યકક્ષાએથી દબાણ હોઈ વડોદરા શહેરમાં એક લાખ કનેક્શનનું ટાર્ગેટ પૂરું કરવાનું હોઈ , તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ થી કામગીરી થઈ રહી છે.
હકીકતે આ કામ મેન્યુલી ખોદીને થવું જોઈએ જેથી કેબલ કટ થવાની શક્યતા નહીવત થઈ જાય.પરંતું ૩૦૦ રુપિયામાં રનીંગ મીટરે થતાં કામનાં ૧૦૦૦ રુપિયા રનીંગ મીટરે ચુકવણી કરી રહ્યા છે.સહિયારો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.એક રેકેટ ચાલી રહ્યું છે.વડોદરા ગેસલિમીટેડ કંપનીમાં પાલિકા ૫૦ ટકા ભાગીદાર છે. પાલિકાનાં ડે.મ્યુનિસિપલ કમિશનર/ ડાયરેક્ટર અર્પિત સાગર અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ધર્મેશ રાણા છે.ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે.નવા થનાર સાંસદ આ વિષયને હાથ ઉપર લઈ શકે છે.કારણકે ૫૦ ટકા ભાગીદારી ગેઈલની છે.કેટલાક નેતાઓનાં સંબંધીઓ સેટીંગ સાથે વડોદરા ગેસમાં કાયમી નોકરીમાં ગોઠવાઈ ગયા છે.
જેથી એક બીજાનાં કૌભાંડ છુપાવતા રહે છે.વડોદરા ગેસમાં નળીયાથી તૈયાર સુધીનો ભ્રષ્ટાચાર છે.જેથી લાઈન લોસ પણ બહુ છે.પ્રિપેઈડ સ્માર્ટ મીટર નાંખવાનું આયોજન પણ નજીકનાં ભવિષ્યમાં થઈ શકે છે. મોડી રાત્રે કલેકટર અને મ્યુની.કમિશનરે મીટીંગ બોલાવી જેમા ડેપ્યુટી કમિશનર અર્પિતા સાગર, પ્રોજેક્ટ ઓફિસર ધર્મેશ રાણા સાથે મીટીંગ કરી હતી. તાત્કાલિક ધોરણે મશીન બંધ કરવાની સૂચના આપી હતી. જોકે ત્રાહિમામ પોકારેલા અકોટા વાસીઓએ અકોટાનાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો પણ ઘેરાવ કર્યો હતો.
Reporter: News Plus