પ્રદેશ સંગઠન દ્વારા વડોદરા મહાનગર અધ્યક્ષ તરીકે ડો. જયપ્રકાશ સોનીની નિયુક્તિ કરેલ છે. અધ્યક્ષપદ સંભાળતાની સાથે જ વડોદરાના ધાર્મિક ગુરુઓના આશીર્વાદ મેળવ્યા હતા. વૈષ્ણવાચાર્ય પૂજ્યદ્વારકેશ લાલજી મહારાજ અને વ્રજરાજકુમારજી મહારાજ સહિત વિવિધ સંપ્રદાયના વડાઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આજરોજ યુવા સાંસદ ડો હેમાંગ જોષી સાથે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ખાતે વડોદરાના તમામ ઔદ્યોગિક સંગઠનો જેવા કે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ,જીઆઈ ડી સી મકરપુરા સાવલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રમણ ગામડી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ડભોઇ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સૌ ઓફિસ બેરર્સ સાથે સ્કિલ ડેવલપમેન્ટ અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તે હેતુ થી મહાનગર અધ્યક્ષ એ મંતવ્યો અને વિચારો નું આદાન પ્રદાન કર્યું હતું. આગામી સમયમાં વડોદરાનો વિકાસ કેવી રીતે વધારી શકાય તે માટેના સૂચનો તથા મંતવ્યો અધ્યક્ષ એ સ્વીકાર્યા હતા. ઔદ્યોગિક એકમોના વડાઓને વડોદરાના વિકાસમાં સહભાગી થવા અધ્યક્ષએ હાકલ કરી હતી.

સાથો સાથ સાંસદ ધારાસભ્યશઓ ,કોર્પોરેટરઓ ,મહાનગર સંગઠનના પદાધિકારીઓ, દરેક વોર્ડના વોર્ડ પ્રમુખ તથા તેની સમગ્ર ટીમ, ભૂતપૂર્વ ચુંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત કરી હતી. નવનિયુક્ત અધ્યક્ષએ વડોદરાના વિકાસમાં શક્ય તેટલો પ્રયત્ન કરવાની નેમ લીધી હતી. અધ્યક્ષએ કાર્યકર્તાઓ સાથે ‘સૌનો સાથ, સૌનો વિકાસ ,સૌનો વિશ્વાસએ નરેન્દ્ર મોદીજીના સૂત્રને સાર્થક કરવા કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું.
Reporter: admin







