પાવીજેતપુર તાલુકાના કલારાણી પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ઉકરડામાંથી એક નવજાત બાળકી મળી આવી છે અને આ નવજાત બાળકીને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.આ અંગે કરાલી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુરના કલારાણીના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ડોકટર ડ્યુટી પર હતા ત્યારે તેઓને એક નાગરિકે જણાવ્યું કે પેટ આરોગ્ય કેન્દ્રની પાછળના ઉકરડામાં એક નવજાત બાળકી છે. જેથી ડોકટર તથા સ્ટાફ ત્યાં પહોંચ ગયા હતા. અને ઉકરડામાં પડી રહેલ નવજાત બાળકોને ઉઠાવીને પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ આવી પ્રાથમિક સારવાર આપીને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે કોઈ નિષ્ઠુર કુંવારી માતા પોતાની કાળી કરતૂત છુપાવવા માટે નવજાત બાળકીને ઉકરડામાં છોડીને જતી રહી હતી.અને આ નવજાત બાળકીની આ હાલત જોઈને લોકોમાં આવી નિષ્ઠુર બનેલી માતા સામે રોષ જોવા મળી રહ્યો છે.
Reporter: admin