વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં નમતી સાંજે ચાલી રહેલા સત્સંગમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તે પૂર્વે કૃષ્ણ ધ્યાન અને હરિનામ સંકીર્તનનો લાભ લીધો હતો.
ઠકુરાની ત્રીજની પૂર્વ સંધ્યાએ માંજલપુરના વ્રજધામ સંકુલમાં સત્સંગમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયએ પોતાના મુખે પુષ્ટિ માર્ગના નિયમોનું પાલન કરનારનું જીવન ધન્ય બની જાય છે. તેમ કહી પૂર્ણ પુરુષોત્તમ ગુસાઈજી મહારાજના જીવન ચરિત્રને સમજાવ્યું હતું. ગુસાઈજીને કોઈએ પૂછ્યું હતું કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, શ્રીનાથજી પ્રભુ આપના સન્મુખ જ હોય છે. તો પછી આપ સંધ્યા વંદન નિત્ય કેમ કરો છો ? પ્રશ્નનો જવાબ ગુસાઈજીએ સુંદર રીતે આપ્યો અને કહ્યું કે ભક્તિ એ ફૂલ છે અને કર્મકાંડ એ કાંટા, ભક્તિની રક્ષા કરવા માટે કર્મકાંડરૂપી કાંટાની ખૂબ જ આવશ્યકતા છે. એટલે જ બ્રાહ્મણો માટે સંધ્યા વંદનનું વિશેષ મહાત્મય છે.પૂજ્ય એ શારીરિક અને માનસિક ઉર્જા વિષે પણ વૈષ્ણવજનોને સમજાવતા કહ્યું હતું કે ખુલ્લા પગે ચાલવાથી પૃથ્વીની ઉત્તમ ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે જ ચરણસ્પર્શનું આગવું મહત્વ છે. તેમ છતાં ઘણા ખુલ્લા પગે ચાલવાથી ડરતા હોય છે. ખુલ્લા પગ રાખવાથી પગના તળિયે કાપા પડે તો.. મહાપ્રભુજીએ ખુલ્લા પગે આખા ભારત નું ભ્રમણ કર્યું હતું. મહાપુરુષો ઊર્જાનો સંચય કરતા હોય છે. અને જે લોકો એનર્જીને બચાવી શકે છે તે જ પ્રગતિ કરી શકે છે. ઊર્જાને બચાવવા વધુ ઊંઘ ટાળવા, વિકૃત આહાર ત્યજવા, મોડી રાત્રે જમવા અને અતિશય ભોગ વિલાસને ટાળવાથી પ્રગતિના દ્વાર ખુલી જાય છે એમ પણ ઉલ્લેખ્યું હતું.
માનસિક ઉર્જા સંચિત કરવા માટે નવરા ન બેસવા અને સમયસર કાર્ય કરવાની સાથે અતિશય પ્રવૃત્તિ જેવી કે વિડીયો ગેમ રમવી, મુવી જોવા, સોશિયલ મીડિયા પર રચ્યા પચ્યા ના રહેવું - નું સૂચન કર્યું હતું.તરતા શીખનારે ડર્યા વગર પાણીમાં કૂદવું પડે તે જ રીતે ભક્તિ સાગરમાં ડૂબવું પડે તો જ શ્રીઠાકોરજી પ્રાપ્ત થાય. કહી માં યમુનાજી વિષે પણ સત્સંગ થશે એમ જણાવ્યું હતું. રક્ત કણિકાઓ
ભગવાન શ્રીનાથજી, મહાપ્રભુજી અને યમુનાજી ત્રણે એક જ છે.
તન અને મનની ઊર્જાનો સંચય કરવો ખૂબ જ જરૂરી છે.
કરનારને કશું નડતું નથી, નહીં કરવા ઈચ્છનાર બહાના કાઢે છે
ઘરને વૃંદાવન બનાવો એ જ શ્રેષ્ઠ સાધના
ઉર્જા વધારવા નું શ્રેષ્ઠ સાધન મૌન છે
Reporter: admin