News Portal...

Breaking News :

ન્યૂયોર્કે એડલ્ટરી એટલે કે લગ્નેત્તર સંબંધને હવે અપરાધની કેટેગરીમાંથી બહાર કરાયો

2024-11-25 09:51:21
ન્યૂયોર્કે એડલ્ટરી એટલે કે લગ્નેત્તર સંબંધને હવે અપરાધની કેટેગરીમાંથી બહાર કરાયો


ન્યૂ યોર્ક : અમેરિકાના ન્યૂયોર્કમાં 117 વર્ષથી પણ જુના એક લગ્નેત્તર સંબંધોના કાયદાને રદ કરી નાખવામાં આવ્યો છે. 


જેને પગલે હવેથી ન્યૂયોર્કમાં જીવનસાથી સાથે વિશ્વાસઘાત કરવો કે લગ્નેત્તર સંબંધોમાં જોડાવું અથવા વ્યભિચારને અપરાધ નહીં માનવામાં આવે. 1907માં આ કાયદાને ઘડવામાં આવ્યો હતો, જે હેઠળ સંબંધોમાં ચીટિંગ કે વિશ્વાસઘાત અપરાધ માનવામાં આવતો હતો. જોકે હવે તેને કોર્ટે રદ કરી નાખ્યો છે.  ગવર્નર કૈથી હોચુલે 1907માં બનેલા આ કાયદાને રદ કરવા માટેના એક બિલ પર સહી કરી હતી, પોતાના સાથી ઉપરાંત અન્ય કોઇ સાથે સંબંધ રાખવા પર વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી કે શું ચીટિંગ કે વિશ્વાસઘાતને અપરાધ માનવો કે નહીં. કોર્ટના આ ચુકાદાને પગલે હવેથી પોતાના પાર્ટનર સાથે ચીટિંગ કરવી તે ન્યૂયોર્કમાં અપરાધ માનવામાં નહીં આવે. 


જોકે હજુ પણ અમેરિકાના 16 રાજ્યોમાં ચીટિંગને અપરાધ માનવામાં આવે છે. અગાઉ ન્યૂયોર્કમાં ચીટિંગને અપરાધ ગણીને 90 દિવસ સુધીની જેલની સજા થતી હતી. અમેરિકામાં રાજ્યો પોતાની રીતે કાયદા ઘડી કે બદલી શકે છે, ન્યૂયોર્કે એડલ્ટરી એટલે કે લગ્નેત્તર સંબંધને હવે અપરાધની કેટેગરીમાંથી બહાર કરી નાખ્યો છે. જોકે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં આને અપરાધ માનવામાં આવે છે અને તેના આધારે છૂટાછેડા પણ કોર્ટો મંજૂર કરતી હોય છે. ન્યૂયોર્ક પ્રશાસન લગ્નેત્તર સંબંધો કે પાર્ટનર સાથે ચીટિંગને અપરાધ ન માનવાના આ નિર્ણયને લોકોની સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જોડી રહ્યું છે. સામાન્ય રીતે આ કાયદો છૂટાછેડાને રોકવા માટે ઘડવામાં આવ્યો હતો. જોકે આ કાયદાને હેઠળ વર્ષ 1907થી અત્યાર સુધી માત્ર પાંચ લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post