પર્થ : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્ચો હતો. પર્થ ટેસ્ટમાં સદી ફટકારતાં જ તેણે સર ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ તેના કરિયરની 30મી સદી ફટકારી હતી. આ મામલે હવે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડૉન બ્રડમેનને પાછળ રાખી દીધા છે. બ્રેડમેને 29 સદી ફટકારી હતી. કોહલીએ તની કરિયરની 202મી ઈનિંગમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. 30મી ટેસ્ટ સદી ફટકારવાની સાથે જ કોહલીએ મેથ્યૂ હેડન અને શિવનારાયણ ચંદ્રપૉલની બરાબરી કરી લીધી છે.
ભારત માટે વિદેશમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારના બેટ્સમેન
7 સદી- સુનીલ ગાવસ્કર વેસ્ટ ઈન્ડિઝમાં
7 સદી- વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયામાં
6 સદી- રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડમાં
6 સદી- સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં
ભારત માટે હરિફ ટીમ સામે સૌથી વધુ ટેસ્ટ સદી
13 સદી–સુનીલ ગાવસ્કર વિ. વે.ઈન્ડિઝ
11 સદી–સચિન તેંડુલકર વિ. ઓસ્ટ્રેલિયા
9 સદી- સચિન તેંડુલકર વિરુદ્ધ શ્રીલંકા
9 સદી- વિરાટ કોહલી વિ. ઑસ્ટ્રેલિયા
8 સદી- સુનીલ ગાવસ્કર વિ. ઑસ્ટ્રેલિયા
કોહલીએ પર્થ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારવા 143 બોલ લીધા હતા. તે 100 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. કોહલીએ સદી ફટકારતાં જ ભારતીય ટીમે 6 વિકેટ પર 487 રનના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી. આ રીતે ભારતે પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને જીતવા 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા વિદેશી બેટ્સમેન
9 સદી- જેક હોબ્સ
7 સદી – વેલી હેમન્ડ
7 સદી- વિરાટ કોહલી
6 સદી- હર્બર્ટ સટક્લિફ
6 સદી- સચિન તેંડુલકર
Reporter: admin