સામગ્રીમાં 500 ગ્રામ પાલકની ભાજી, 2 સમારેલી ડુંગળી, 6 કળી લસણ, ચપટી સાંજીના ફૂલ, 1 ચમચી ખાંડ, 150 ગ્રામ વટાણા, 2 ચમચી કોન્ફલોર, મરી જરૂર પ્રમાણે, મીઠુ જરૂર પ્રમાણે, જાયફળ પ્રમાણસર, 4 ચમચી મલાઈ અને પાઉંના તળેલા નાના ટુકડા જરૂરી છે.
એક વાસણમાં 4 ગ્લાસ પાણી લઇ, ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં પાલક જીણી સમારીને ડુંગળીના ટુકડા કરીને, લસણ, ચપટી સાંજીના ફૂલ, ખાંડ, વટાણા અને મીઠુ ઉમેરી 5 મિનિટ ઉકાળવું. ઠંડુ થાય એટલે સુપ ગાળી લેવું. 1 કપ પાણીમાં કોન્ફલોર ઓગાળી સુપમાં ઉમેરવું. સુપ ઉકળે એટલે ખાંડ ઉમેરવી. પીરસતી વખતે સુપ ગરમ કરી કપમાં રેડી મલાઈ મુકવી.
Reporter: admin







