કાચી કેરીનો બાફલો બનાવવા માટેની સામગ્રીમાં 4 નંગ કાચી કેરી, 400 ગ્રામ ગોળ, મીઠુ અને ઠંડુ પાણી જરૂર મુજબ, 2 ચમચી જીરું પાવડર જરૂરી છે.
કેરીને ધોયા પછી કુકર માં ત્રણ થી ચાર વિશલ વગાડી બાફી લેવી. ત્યારબાદ ઠંડી પડે એટલે તેને ચાડનીમાં ચાળી લેવી. અને પલ્પ કાઢી લેવો. હવે તેમાં પાણી ઉમેરી ગોળને ઓગાળી લેવો. હવે તેમાં મીઠુ અને જીરું પાવડર ઉમેરી મિક્સ કરી લેવું. જો ગડપણ ઓછું લાગે તો ઉમેરી શકાય છે. હવે આ બાફલો પીવા માટે ઉપયોગમાં લઇ શકાય. ગરમી ના તાપમાં આ ખુબ ઉપયોગી બને છે.
Reporter: admin







