News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગરમીથી બચવા સાવચેતી

2025-03-27 14:36:17
આયુર્વેદિક ઉપચાર : ગરમીથી બચવા સાવચેતી


1. ભેસણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાક લેવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરના સમયે 12:00 વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ઘરેથી બહાર નીકળવું જોઈએ નહીં.
3. ભલે તમને તરત ન લાગી હોય પરંતુ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4. ગરમીમાં ડી હાઇડ્રેશન નથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી છાશ સાથે સાથે ફળોના જ્યુસ પણ પીવા.
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગી નું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા, સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો.
8. કોઈપણ વ્યક્તિને હિટ્સ સ્ટોક આવે ત્યારે તેમને છાયણા માં બેસાડવા કે સુવડાવા, હવા નાખવી, પાણી પીવડાવવું અને તાત્કાલિક 108 કે અન્ય કોઈ પણ પ્રાઇવેટ વાહન મારફતે નજીકના હોસ્પિટલમાં પહોંચાડવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવા નહીં. કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સન સ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો.

Reporter: admin

Related Post