News Portal...

Breaking News :

અવનવી વાનગી : બટાકાની સેવ બનાવવાની રીત

2025-06-12 14:44:39
અવનવી વાનગી : બટાકાની સેવ બનાવવાની રીત


સામગ્રીમાં 250 ગ્રામ બટાકા, 150 ગ્રામ ચણાનો લોટ, 1 ચમચી મરચું, 8 મરી, 1 ચમચી તજ - લવીંગનો ભૂકો, ચપટી હિંગ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.




બટાકા બાફી - છોલીને છીણવા. તેમાં ચણાનો લોટ, મીઠુ, મરચું, મરી, તજ - લવિંગનો ભૂકો, 1 ચમચી તેલ અને હિંગ ઉમેરી લોટ બાંધવો. ગરમ તેલમાં ઝારાથી સેવ પાડવી.

Reporter: admin

Related Post