સામગ્રીમાં 200 ગ્રામ લીલી ડુંગળી, 2 બાઉલ ગાંઠિયા, તેલ અને મીઠુ સ્વાદ અનુસાર, 1 ચમચી રાઈ, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણાજીરું અને 1 ચમચી હળદર જરૂરી છે.
ડુંગળી ધોઈ સમારી લેવી. એક કડાઈમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરવો. હવે તેમાં ડુંગળી ઉમેરી બધામસાલા ઉમેરી લેવા અને ડુંગળી સાંતળી લેવી અને ડીશ ઢાંકી ચઢવા દેવી. હવે ડુંગળી ચઢી જાય એટલે ગેસ બન્ધ કરી ગાંઠિયા ઉમેરી મિક્સ કરી લેવું અને પીરસી દેવું.
Reporter: admin







