સામગ્રીમાં 1 વાડકી સાબુદાણા, 1 વાડકી સામો, 1 ચમચી સમારેલા મરચા, તેલ અને સિંધવ મીઠુ સ્વાદઅનુસાર, 1 ચમચી તલ અને અડધી વાડકી દહીં જરૂરી છે.
સામાને ધોઈ દહીંમાં પલાળી રાખવા. સાબુદાણાને પાણીમાં અડધો કલાક પલાળી રાખવા. હવે સામો અને સાબુદાણાનું પાણી નિતારી મિક્ષર જારમાં બેટર બનાવવું. હવે થાળીમાં તેલ લગાડી બેટર પાથરવું. અને વરાળમાં બાફી લેવું. બફાયા પછી તેના ગોળ પીસમાં વાળી લેવા. હવે કડાઈમાં તેલ ગરમ મૂકી વાટેલા મરચા સાંતળી રોલને વઘારી લેવા અને સર્વ કરવા.
Reporter: admin