જબલપુર : છેલ્લા કેટલાક સમય થી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈને ભાષણ આપતા-આપતા એટેક આવી રહ્યો છે તો કોઈને રમતા-રમતા હાર્ટએટેક આવી રહ્યો છે.

ત્યારે હવે આવો જ એક મામલો મધ્યપ્રદેશના જબલપુરથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવી ગયો. જેના કારણે વ્યક્તિબેભાન થઈ ગયો અને નીચે ઢળી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. પ્રાપ્ત માહિતી પ્રમાણે દરરોજની જેમ યતીશ સવારે લગભગ 6:45 વાગ્યે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન જ તેને હાર્ટએટેક આવ્યો. જેના કારણે તે જમીન પર ઢળી પડ્યો. જોકે આ દરમિયાન જીમ ટ્રેનર અને તેના મિત્રોએ તેને CPR આપ્યો અને અન્ય રીતે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
ત્યારબાદ જીમ ટ્રેનર અને અન્ય લોકો તેને હોસ્પિટલ પણ લઈ ગયા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.આ સમગ્ર ઘટના જીમમાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આવેલા ગોલ્ડ જીમની હોવાની માહિતી મળી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ 52 વર્ષીય યતીશ સિંઘઈ તરીકે થઈ છે.
Reporter: admin