સામગ્રીમાં 1 વાડકી સાબુદાણા, 1 વાડકી ફોલેલા સિગદાણા ફાડા, સિંધવ મીઠુ જરૂર પ્રમાણે, તેલ જરૂર પ્રમાણે, ચપટી મરી પાવડર, 1 બાફેલુ બટાકુ, 2 ચમચી કોપરાનું છીણ, 1 સમારેલું લીલું મરચું, 1 ચમચી મીઠો લીમડો જરૂરી છે.
એક કડાઈમાં સાબુદાણા અને સીંગદાણા સેકી લેવા. ઠન્ડા પડ્યા પછી તેને મિક્ષર જારમાં તેનો પાવડર બનાવી લેવો. હવે લોટને ચાળી તેમાં બાફેલુ બટાકુ, મરી પાવડર, મરચું, લીમડો, મીઠુ ઉમેરી, મોણ ઉમેરી થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ લોટ બાંધવો. તેને 15 મિનિટ સુધી રેસ્ટ આપવો. હવે આ લોટના લુઆ કરી વણી તવા પર તેલ મૂકી આગળ પાછળ સેકી લેવી.
Reporter: admin







