સામગ્રીમાં 1 વાડકી રાજગરાનો લોટ, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 બાફેલુ મેસ કરેલું બટાકુ, 1 ચમચી જીરું, અડધી ચમચી મરી પાવડર, સિંધવ મીઠુ અને તેલ જરૂર પ્રમાણે અને એક વાડકી સમારેલા ધાણા જરૂરી છે.
એક વાસણમાં લોટ લઇ ચાળી બધા મસાલા અને મેસ કરેલ બટાકુ ઉમેરી, મોણ ઉમેરી બાંધી લેવો. હવે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપવો. આ લોટના લુઆ કરી વણી તવા પર આગળ પાછળ તેલ લગાવી સેકી લેવા. ઉપવાસમાં આ ઢેબરા ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin