News Portal...

Breaking News :

અવનવી વાનગી : ડ્રાય કોબીજ મંચુરિયન બનાવવાની રીત

2025-07-25 12:40:49
અવનવી વાનગી : ડ્રાય કોબીજ મંચુરિયન બનાવવાની રીત


સામગ્રીમાં 1 કપ ભાત, 1 કપ કોબીજનું શાક, 4 ચમચી મેંદો, 2 ચમચી કોન્ફલોર, 1 ચમચી આદુ - મરચાની પેસ્ટ, અડધી ચમચી મરીનો ભૂકો, 2 ચપટી  આજીનો મોટો, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 2 ચમચી સોયાસોસ, 1 ચમચી ચીલીસોસ, 1 ચમચી  વિનેગર અને 2 ચમચી જીણી સમારેલી કોથમીર જરૂરી છે.




ભાત અને કોબીજનું શાક મિક્સ કરી, તેમાં મેંદો, કોન્ફલોર, આદુ - મરચાની પેસ્ટ, મરીનો ભૂકો, 1 ચમચી તેલ, ચપટી આજીનો મોટો, મીઠુ અને પાણી ઉમેરી ગોટા જેવું ખીરું કરી, ગરમ તેલમાં નાના પકોડા તળવા. આ મંચુરિયન પોચા હોવા જોઈએ. ગેસ પર એક વાસણમાં 1 ચમચી તેલ ગરમ કરવા મૂકી તેમાં સોયાસોસ, ચીલીસોસ, ચપટી આજીનો મોટો અને કોથમીર ઉમેરી મિક્સ કરવું. મંચુરિયન ઉમેરી, બરાબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરવું.

Reporter: admin

Related Post