સામગ્રીમાં 2 ચમચી મગની દાળ, 2 ચમચી તુવેર દાળ, 2 ચમચી ચણાની દાળ, 2 ચમચી મસૂર દાળ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 સમારેલી ડુંગળી, 1 સમારેલું ટામેટું, 2 લીલા સમારેલા મરચા, 1 ચમચી આદુ -લસણ પેસ્ટ, 3 ચમચી ઘી, 2 લવિંગ, 2 સૂકા મરચા, 1 વાટેલું તજ, 1 ચમચી જીરું, 1 ચમચી લીબુંનો રસ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું અને 1 ચમચી સમારેલા ધાણા જરૂરી છે.
બધી દાળ ધોઈ 5 મિનિટ પાણીમાં પલાળી કુકરમાં પાંચ થી છ વીસલ વગાડી બાફી લેવી. ત્યારબાદ કુકર ઠંડુ પડે એટલે દાળ વાસણમાં કાઢી લેવી. આ દાળને મિક્સ કરવાની જરુર નથી. હવે કડાઈમાં ઘી મૂકી તેમાં જીરું નો વઘાર કરવો. તેમાં આદુ - લસણની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં સૂકા મરચા, તજ, લવિંગ ઉમેરી મિક્સ કરો. હવે ગેમ ડુંગળી અને ટામેટા ઉમેરી બધું સાંતળી લેવું.
હવે તેમાં સમારેલા લીલા મરચા ઉમેરવા. હવે દાળને ઉમેરી બધા મસાલા ઉમેરી દેવા અને મિક્સ કરી લેવું. હવે tema લીબુંનો રસ અને થોડુ પાણી ઉમેરી દાળને ગેસ પર થવા દેવી. થોડી વાર પછી દાળ ઉકળે એટલે તેમાં ધાણા ઉમેરી મિક્સ કરી દાળ સર્વ કરી લેવી.
Reporter: admin