સામગ્રીમાં 125 ગ્રામ માખણ, 1 કપ ખાંડ, અડધો કપ દૂધ, અડધી ચમચી સોડા, 250 ગ્રામ મેંદો અને 3 ચમચી કોકો જરૂરી છે.
માખણ, ખાંડ, દૂધ સોડા ને ફિણી લેવા. તેમાં મેંદો ઉમેરી કનક બનાવવી. તેના બે ભાગ કરી એકમાં કોકો ચાળીને ઉમેરવો. બરોબર મસળી લેવો. કોકો લોટમાં ભળી જશે પછી બને ભાગના સરખા લુઆ કરી એક થાળી પર સફેદ લોટ વણવો અને બીજી થાળી પર કોકવાળો લોટ વણવો. કોકવાળું પડ સફેદ પડ પર મૂકી, વિન્ટો વાળવો અને ચાકુ વડે નાના નાના લુઆ કરવા. અને તે લુઆને આકાર આપી ઓવનમાં ધીમી આંચ પર પકવવા.
Reporter: admin







