સામગ્રીમાં 3 સમારેલા કેપ્સિકમ, 1 ચમચી કોપરાનું છીણ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી તલ, 1 ચમચી સૂકું લાલ મરચું, 1 બાઉલ સમારેલી ડુંગળી,2 સૂકા લાલ મરચા, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી હળદર, ધાણાજીરું, 1 ચમચી લીબુંનો રસ અને પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
મિક્ષર જારમાં કોપરાનું છીણ, તલ, સૂકું મરચું ઉમેરી પાવડર બનાવી લેવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી લસણની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લેવી. હવે તેમાં કેપ્સિકમ ઉમેરી દેવા. હવે તેમાં મીઠુ ઉમેરી બધું મિક્સ કરી લેવું. કેપ્સિકમ થોડા નરમ પડે એટલે બધા મસાલા, લીબુંનો રસ ઉમેરી થોડી વાર માટે ઢાંકી પાણી ઉમેરીને ચડવા દેવા. કેપ્સિકમ ચડી જાય એટલે ગેસ બન્ધ કરી સર્વ કરી શકાય.
Reporter: admin







