* સાંધામાં દુખાવો કે નરમાશ (દબાવવાથી થતો દુખાવો) જે કોઈ પણ પ્રકારની હિલચાલ જેવી કે, ચાલવું, ખુરશીમાંથી ઊભા થવું, લખવું, ટાઈપ કરવું,કોઈ વસ્તુ પકડવી, શાક સમારવું, વગેરે ને કારણે વધી શકે છે.
* બળતરા દર્શાવતો સાંધામાં આવેલો સોજો, જકડાઈ ગયેલા સાંધા, લાલાશ, કે ઉષ્ણતા
* ખાસ કરીને સવારના સમયે સાંધાનું વધારે જકડાઈ જવું
* સાંધાનું લચીલાપણું ગુમાવવું
* સાંધાનું માર્યાદિત હલનચલન
* સાંધામાં આવેલું બેડોળપણું
* વજનમાં ઘટાડો અને થાક
* કોઈ ચોક્કસ કારણ વિનાનો તાવ
* હલનચલ વખતે સાંધામાં થતો કડકડ અવાજ
ઉપાય...
* પૂરતો આરામ લેવો અને દુખાવો વધારતી પ્રવૃત્તિઓ જેવી કે વજન ઊંચકવું વગેરેને ટાળવી.
* બરફ લગાડવો. સૌ પ્રથમ દર કલાકે 15 મિનીટ સુધી અને બીજા દિવસથી દરરોજ ઓછામાં ઓછું દિવસમાં ચાર વખત.
* સોજો ઊતરવા માટે પગને બને તેટલા ઊંચા રાખો.
* દુખાવા અને સોજા માટે દવા લો.
* સૂતી વખતે ગોઠણની નીચે કે બે ગોઠણ વચ્ચે ઓશીકું રાખો.
* સંધિવા અને તેની સારસંભાળ વિષે જ્ઞાન મેળવવાથી બેડોળપણા અને બીજી જટિલતાઓથી બચી શકાય છે.
* લોહીની તપાસ અને એક્સ-રે ની મદદથી સંધિવા પર નિયંત્રણ રાખવું.
* ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિત દવાઓ લેવી.
* શરીરના વજને કાબૂમાં રાખવું.
* પોષક ખોરાક લેવો.
* ડોક્ટરની સુચના અનુસાર નિયમિત કસરતો કરવી.
* તણાવ અને થાક લાગે તેવા કામથી દૂર રહેવું. આ માટે નિયમિત કસરત, આરામ આપતી પ્રક્રિયા, પૂરતો આરામ, કામનું વ્યવસ્થીત આયોજન વગેરે મદદરૂપ થઇ શકે.
Reporter: admin







