News Portal...

Breaking News :

વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમમાં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું

2025-04-14 14:40:48
વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમમાં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું


ચરોતરના ૨૫૦ ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં ચંપલોનું વિતરણ.

વડતાલધામ :- સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉધાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી ડૉ સંતવલ્લભદાસજી  સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષારભાઈ પટેલના યજમાનપદે તા ૧૩ એપ્રિલને  રવિવારના રોજ ૧૫ હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું .


પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા  અનેક વિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથપર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને  ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળામાં આકાશ માંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકેને ગરમીથી રાહત મળે તે માટે ૧૫ હજાર ઉપરાંત ચંપલજોડીનું વિતરણકરવામાં આવ્યું હતું ભગવાન હરિના “ સર્વ જીવ હિતાવહ ”સંદેશને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિ:શુલ્ક સ્વામિનારાયણ મલ્ટીસ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ ચચાલે છે 


આ ઉપરાંત ખંભાતમાં આય ( આંખ ની ) જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે. તારીખ ૧૩ એપ્રિલ રવિવારના રોજ વડતાલધામના ૨૦૦ ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ ( ચરોતર) ના જુદી જુદી ૪૫ રૂટો નક્કી કરી  ૨૫૦ ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને ૧૫ હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂ ચેરમેન દેવપ્રકાશદાસજી તથા પુ શ્યામવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી .

Reporter: admin

Related Post