News Portal...

Breaking News :

આગામી સપ્તાહે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે: સીતારામન

2025-02-02 10:09:48
આગામી સપ્તાહે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે: સીતારામન


દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. 


નાણા પ્રધાન સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાને કહ્યું, આગામી સપ્તાહે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે.હાલ નવી ટેક્સ પદ્ધતિમાં 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ લાગતો નથી. 


જ્યારે 3 થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 7 થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ આપવો પડે છે.

Reporter: admin

Related Post