વડોદરા સ્થિત અંબે સ્કૂલ (CBSE) અને અંબે વિદ્યાલય (હરણી) ખાતે આગામી 1લી ફેબ્રુઆરી 2025ના રોજ સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

પ્રખ્યાત સુંદરકાંડ પાઠના વક્તા રીધમ કુમારના સાનિધ્યમાં યોજાયેલા આ સુંદરકાંડ ના પાઠ માં અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, ફાઉન્ડર ભારતીબેન શાહ, અંબે સ્કૂલ CBSEના નિયામક ભાવેશા શાહ, અંબે વિદ્યાલયના નિયામક મિત્તલ શાહ અને ટ્રસ્ટી આશિષ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.રામાયણના મહત્વપૂર્ણ અંશ એવા સુંદરકાંડમાં હનુમાનજીની ભક્તિ અને પ્રભુ રામ પ્રત્યેના સમર્પણની કથા વર્ણવવામાં આવી છે.

સુંદરકાંડના પાઠથી માનસિક શાંતિ, સકારાત્મકતા અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે, સાથે ભય અને ચિંતા દૂર થાય છે એવી માન્યતા છે.આ ભક્તિમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીગણ, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાગ લીધો. રીધમ કુમાર દ્વારા સંગીતમય પઠન સાથે યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું .
Reporter: admin







