શહેરના ખોડિયારનગર વિસ્તારમાં બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને દેશી દારૂના ધંધા કરતા લોકોને પકડવામાં આવ્યા હતા.

યુથ કોંગ્રેસે માગ કરી હતી કે શહેર પોલીસ દ્વારા નશો કરતા લોકો સામે ડ્રાઇવ યોજવામાં આવે છે પણ તેના મૂળમાં જઇને નશાનો વેપાર કરનારા લોકોને પકડવા માટે ડ્રાઇવ યોજવામાં આવતી નથી. નશાનો કારોબાર કરતા તત્વોને જ જો પકડવામાં આવે તો ઝડપથી ફેલાઇ રહેલા નશાના કારોબાર પર અંકુશ લગાવી શકાય છે. વડોદરા શહેર યુથ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યુ હતું કે વડોદરા શહેરની પોલીસ દ્વારા હંમેશા દારૂના નશામાં ફરતા લોકોને પકડવાની ડ્રાઇવ કરવામાં આવે છે
પરંતુ સાચા અર્થમાં તો પોલીસ દ્વારા નશાના વેપાર કરતા લોકોને પકડવાની ડ્રાઇવ કરવામાં આવે તો વડોદરા શહેરના યુવાનો નશા ખોરીના રસ્તે જતા બચી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે સાથે સાથે વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આવાસ યોજના બનાવવામાં તો આવે છે પરંતુ તેની યોગ્યતા સંભાળ રાખવામાં આવતી નથી જેના કારણે અસામાજિક તત્વો આવાં આવાસોમાં પોતાનો અડિંગો જમાઇ દેતા હોઈ છે ત્યારે વડોદરા પોલીસે નશાનો વેપાર કરતા લોકોને પકડવાની ડ્રાઈવ કરવામા આવે અને મહાનગપાલિકા દ્વારા આવાસ યોજનાની સાર સંભાળ રાખવામા આવે તો વડોદરા શહેર સાચા અર્થમા સ્વસ્થ, સુંદર અને નશામુક્ત શહેર બની શકે છે.
Reporter: admin