News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના એસ.એસ.જી હોસ્પિટલમાં નવી આઇસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

2024-10-23 13:30:24
વડોદરા જિલ્લાના એસ.એસ.જી હોસ્પિટલમાં નવી આઇસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ


વડોદરા શહેરમાં આવેલ એસ.એસ.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયર અને આર. એમ. ઓ ચૌહાણના હસ્તે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 


આ સાથે વડોદરા જિલ્લામાં ૪૨ કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે આઇસીયુ ઓન વ્હીલ જે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે. જેનો લાભ વડોદરા જીલ્લાના તમામ નાગરિકોને મળશે. આ એમ્બ્યુલન્સ ડાયફેબ્રીલેટર, વેન્ટિલેટર, સિરીંજ પંપ સાથે જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવી છે.


આ પ્રસંગે SSG હોસ્પિટલના જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ અને ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર બીપીનભાઈ, જિલ્લા સુપરાઈઝર, જીતેન્દ્રભાઈ ત્રિપાઠી અને નઝીર વહોરા સાથે જ  ૧૦૮ ની ટીમ ઉપસ્થિત રહી હતી.

Reporter: admin

Related Post