News Portal...

Breaking News :

દિવાળી પહેલા વડોદરામાં ITનું મેગા ઓપરેશન:બે બિલ્ડર ગ્રુપ અને તેના ભાગીદારોની 12થી વધુ જગ્યાએ દરોડ

2024-10-23 12:30:34
દિવાળી પહેલા વડોદરામાં ITનું મેગા ઓપરેશન:બે બિલ્ડર ગ્રુપ અને તેના ભાગીદારોની 12થી વધુ જગ્યાએ દરોડ


વડોદરા : ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે વડોદરામાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે. બે બિલ્ડર ગ્રુપ ઉપર ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. 


12થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાના નામાંકિત બિલ્ડર નિલેશભાઈ શેઠ અને સોનકભાઈ શાહ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરાથી 100થી વધુ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.


દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રૂપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.

Reporter: admin

Related Post