News Portal...

Breaking News :

નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી અધ્યક્ષ સ્થાને પરિચયની સાથે સંકલન બેઠક મળી

2024-12-10 14:43:59
નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી અધ્યક્ષ સ્થાને પરિચયની સાથે સંકલન બેઠક મળી


વડોદરા : મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે  નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના અધિકારીઓના પરિચયની સાથે તથા સંકલન બેઠક તથા વડોદરા મહાનગર પાલિકાની તમામ વિભાગની કામગીરીની વિસ્તૃત માહિત અંગે ની બેઠક યોજાઇ હતી..


વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી, તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને કર્મચારીઓની પરિચય બેઠક તેમજ વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોના કામો અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરાના વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકાના અધિકારીઓ પ્લાન તૈયાર કરતા હોય છે રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા,ગટર વગેરે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી અને પ્રજાને કેવી રીતે ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે તે બાબતોની ચર્ચા વિચારણા આ  બેઠકમાં થઈ હતી. આ વખતના બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ ના બદલી બાદ વડોદરામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થયેલ કેતન પી જોશી પણ  વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 


નોંધણી એ બાબત છે કે તમામ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી અને પ્રજાને અગવડતા ન પડે તેવા પ્રાથમિક સુવિધા ના મુદ્દે ચર્ચા વિચારણા કરતા હોય છે તેમ છતાં વડોદરામાં હાલાકીનો દોર જોવા મળી રહ્યો છે ખાસ કરી ને ગતરોજ પાણીગેટ વિસ્તારમાં મુખ્ય પાણીની લાઈનની નલિકા પડી ભાંગતા વિસ્તારમાં ઠેર ઠેર બિન વરસાદે ઘૂંટણ સમા પાણી ભરાવાની સ્થિતિ વિસ્તારમાં સર્જાઈ હતી ત્યારે પાલિકાની ગંભીર બેદરકારી જોવા  મળતા આજરોજની બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો આ અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિરાકરણ તે માટે પણ પાણી પુરવઠાના અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી દ્વારા તાકીદ કરવામાં આવી છે.આજની મળેલી બેઠકમાં વડોદરા મહાનગરપાલિકા ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશી, ચારે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,ચારે ઝોન આસિસ્ટન્ટ મ્યુ કમિશનર, તથા તમામ કાર્યપાલક એન્જિનિયરો, વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખાતેના તમામ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Reporter:

Related Post