News Portal...

Breaking News :

૧૫૫.૭૧ કરોડના ખર્ચે અટલાદરા ખાતે નવીન ૮૪ એમએલડીનો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામગીરી પુર્ણ

2024-06-10 21:31:38
૧૫૫.૭૧ કરોડના ખર્ચે અટલાદરા ખાતે નવીન ૮૪ એમએલડીનો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામગીરી પુર્ણ




          અટલાદરા ખાતે નવીન ૮૪ એમએલડીનો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામગીરી પુર્ણ થઈ હોવાની જાહેરાત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઇ મિસ્ત્રીએ કરી છે.
તેમણે જણાવ્યું છે કે, ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતી યોજના તેમજ સ્પેશીયલ આસીસટન્ટસની ગ્રાંટ પેટે અટલાદરા ખાતે નવીન ૮૪ એમ.એલ.ડી. ક્ષમતાનો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP), મેઈન પંપીંગ સ્ટેશન (MPS) સહ રૂ.૧૫૫.૭૧ કરોડના ખર્ચે ૧૦ વર્ષના 0&M સાથે બનાવવાનું આયોજન હાથ ધરેલ હતુ જેની સમ્પુર્ણ કામગીરી પુર્ણ થઇ ગયેલ છે અને હાલમા ૮૪ એમ.એલ.ડી. ક્ષમતાના STP ની કામગીરી MPS સહ પૂર્ણ કરીને ટ્રાયલ રન શરૂ કરવામાં આવેલ છે.




વધુમા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઇ મિસ્ત્રી જણાવે છે કે, સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) નામદાર NGT ના નવીન ટ્રીટમેન્ટ ધારાધોરણ મુજબ બનાવવામા આવેલ છે. જેના થકી પશ્ચિમ ઝોનના ઝોન-૩ અંતર્ગત વિવિધ એપીએસ જેવા કે હરીનગર, તાંદલજા, વાસણા, ગોત્રી, ગાયત્રીનગર, લક્ષ્મિપુરા, જેતલપુર, ગોરવા અને સેવાસી એપીએસને આવરતી અંદાજીત કુલ ૫.૦૦ લાખથી વધુ વસ્તીને સીધે સીધો ફાયદો થશે અને જેથી આવિસ્તારમાં ઉદ્ભવતી ડ્રેનેજની સમસ્યાઓનો નિકાલ થશે અને સુવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ થશે. નવીન STP કાર્યરત થવાને કારણે વિશ્વામિત્રી નદીમાં મુંજમહુડા ખાતેથી તેમજ STP માંથી બાયપાસ થતાં અંદાજે ૨૫-૩૦ MLD જેટલા અનટ્રીટેડ સુવેઝને બંધ કરીને ૮૪ MLD STP માં ટ્રીટમેન્ટ માટે ડાયવર્ઝન કરી ટ્રીટ કરવામા આવશે જેથી અટલાદરા ખાતે ૮૪ MLD નવીન STP કાર્યરત થવાને કારણે નદીમાં જતું અનટ્રીટેડ સુવેઝ બંધ થયેલ છે. જેના કારણે નદીના પાણીની શુધ્ધતામાં સુધારો થશે તેમજ નાગરીકોને ડ્રેનેજની સમસ્યામાં રાહત મળશે.

...

Reporter: News Plus

Related Post