વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા ભગવાન રામદેવપીરજીના મંદિરે ભાદરવા સુદ નોમ નિમિત્તે નેજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાદરવા સુદ નોમના દિવસે ભગવાન રામદેવપીરજીના નેજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના બકરાવાડિ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ભગવાન રામદેવપીરજીના મંદિર ખાતે ભાદરવા સુદ નોમ નિમિત્તે નેજા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ તાસાના તાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રામાં ભક્તો ભગવાન રામદેવપીરજીના નેજા હાથમાં લઇ સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા.
આ સાથે જ ભગવાન રામદેવપીરજીની પ્રતિમા પણ શોભાયાત્રા દરમ્યાન વિસ્તારમાં ફરાવવામાં આવી હતી. જ્યાં ભક્તોએ રામદેવપીરજીની પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. રામદેવપીરજીના નેજા મહોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. જ્યાં મંદિર ખાતે પણ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. આ નેજા મહોત્સવ સાડા ત્રણ દિવસ દરમિયાન ચાલે છે. જેમા પ્રથમ દિવસે રામદેવપીરજીને નેજા ચઢાવવામાં આવે છે. ત્યારબાદ મહા આરતી અને મહાપ્રસાદીનો પણ આયોજન કરવામાં આવે છે.
Reporter: admin