અમદાવાદ : ગત 6 સપ્ટેમ્બરે અમદાવાદની વટવા GIDCમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ બનાવને હજુ સપ્તાહ જ થયા છે ત્યાં ફરીથી એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી વધુની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
ડ્રગ્સ માફિયાઓએ આ વખતે ડ્રગ્સ છુપાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. કારના ટાયરમાં ડ્રગ્સ છુપાવેલું હતું. પોલીસે ટાયર ખોલી પહેલા ટ્યૂબ બહાર કાઢી હતી. બાદમાં અંદર ટાયર ફરતે હાથ ફેરવ્યો તો બે પેકેટમાં એક કરોડનું એક કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગઈકાલેમોડીરાતથી સવાર સુધી સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યું હોવાની બાતમીના આધારે અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે તપાસ આગળ વધી ત્યારે બે શંકમદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી આ લોકો પાસેથી અંદાજે એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સામાન્ય રીતે આ એમડી ડ્રગ્સ મોટા જથ્થામાં લાવીને નાના નાના પેડલરો મારફતે અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. જેમાં યુવા અને હાઈ પ્રોફાઈલ લોકો પોતાની પાર્ટીમાં તેનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે.
Reporter: admin